મોરબી : મોરબીમાં નગર દરવાજા ખાતે ગુમ થયેલા 3 વર્ષના બાળકનું ટ્રાફિક પોલીસ દ્વારા તેના માતા-પિતા સાથે પુનઃમિલન કરવી સરાહનીય કામગીરી કરી છે. સમગ્ર વિગત અનુસાર, આજ રોજ બપોરના સમયે ખરીદી કરવા આવેલા હિન્દીભાષી શ્રમિકનો 3 વર્ષનો પુત્ર ખરીદી કરતા વખતે ક્યાંય આડો-અવળો નીકળી ગયો હશે. તે દરમ્યાન તે બાળક નગર દરવાજા ટ્રાફિક પોલીસ ચોકી ખાતે આવતા પોલીસ ઇન્સ્પેક્ટર ટ્રાફિકના માર્ગદર્શનમાં કામ કરતા ટ્રાફિક બ્રિગેડના ફારૂકભાઈને વાત કરતા તેઓએ અલગ અલગ જગ્યાએ તપાસ કરતા આ બાળક મળી આવતા પુનઃ તેમના માતા-પિતાને સોંપ્યો હતો. આ બાળકને સોંપતા સમયે તેની માતાની આંખમાં હર્ષના આંસુ આવી ગયા હતા.