મોરબી : મોરબી મહાનગરપાલિકા દ્વારા આગામી તારીખ 21 જૂનના રોજ MMC ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટ 21 જૂને સવારે 10-30 કલાકે મોરબીના કેસરબાગ ગાર્ડન ખાતે યોજાશે. આ ચેસ ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે 19 જૂન સુધીમાં QR કોડ સ્કેન કરીને રજિસ્ટ્રેશન કરાવી લેવા જણાવાયું છે.આ ચેસ ટુર્નામેન્ટમાં ભાગ લેનારાઓએ પોતાનું ચેસ સેટ ફરજિયાત લાવવાનું રહેશે. સ્પર્ધા FIDE રેપિડ ચેસના નિયમો મુજબ રમવામાં આવશે. સ્પર્ધા સ્વિસ ફોર્મેટમાં ખેલાશે (નોકઆઉટ નહીં હોય). કુલ 6 રાઉન્ડ રમાશે. બન્ને શ્રેણીઓમાંથી ટોચના 3 વિજેતાઓને ઈનામ આપવામાં આવશે અને ભાગ લેનાર તમામ ખેલાડીઓને પ્રમાણપત્ર આપવામાં આવશે. વધુ માહિતી માટે મોરબી મહાનગરપાલિકાના રમત ગમત વિભાગના મો.નં. 74058 21815 પર સંપર્ક કરવા જણાવાયું છે.