લજાઈમાં સરપંચ બનવા માટે 3 મુરતિયા મેદાનમાં, સભ્યો બિનહરીફ : તાલુકામાં ચૂંટણીનો માહોલ જામ્યોટંકારા : ટંકારાના 24 ગામોમાં સામાન્ય અને પેટા ચૂંટણી યોજનાર હતી . જેમાં લજાઈ ગામે સરપંચ માટે 5 તો સભ્ય માટે 11 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. ત્યારે આજે પરત ખેંચવાના દિવસે સરપંચ માટે બે સભ્યોએ ઉમેદવારી પરત ખેંચી લેતા હવે ત્રણ ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. જ્યારે બે સભ્યએ ફોર્મ પરત ખેચતા સભ્યો બિન હરીફ થયા છે.ગજડી ગામે સરપંચ માટે 1 તો સભ્ય માટે 8 ફોર્મ ભરાયા હતા. ત્યારે આ ગામ સમરસ ગ્રામ પંચાયત જાહેર થઈ છે . જબલપુર ગામે સરપંચ માટે 1 અને સભ્ય માટે 14 ફોર્મ ભરાયા હતા. જેમાં વોર્ડ નંબર 2 અને 8 અપુરતા ડોક્યુમેન્ટ કારણે ફોર્મ રદ થયા હતા. અને બે ફોર્મ પરત ખેચતા હવે વોર્ડ નંબર 3, 5, 6, 7 માં સભ્યો માટે મતદાન થશે. હરિપર, લખધીરગઢ અને વિરવાવમાં સરપંચ માટે એક-એક ફોર્મ ભરાયા હતા જે બિન હરીફ જાહેર થયા છે . જ્યારે છતર, નેકનામ અને સજનપર ગામે સભ્ય માટે એક-એક ફોર્મ ભરાયા તે પણ બિન હરીફ થયા છે. બાકીના ગામોમાં કોઈ પણ ઉમેદવારે ચુંટણી મેદાનમાં ઉતારવાનું ટાળતા બેઠકો ખાલી રહશે.