મોરબી : મોરબીના વાવડી રોડ ઉપર મહાપાલિકા દ્વારા ડસ્ટબિન લગાવવાની સરાહનીય કામગીરી કરવામાં આવી છે. પણ સમયસર આ ડસ્ટબીનમાંથી ગાર્બેજ કલેક્શન થાય તે પણ જરૂરી છે. હાલ આ ડસ્ટબીનોમાં કચરા ઉભરાઈ રહ્યા છે. ગાય માતાઓ અહીં આ કચરો આરોગતી જોવા મળે છે. ત્યારે મહાપાલિકા દ્વારા આ મામલે કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિમોએ માંગ ઉઠાવી છે.