પેટમાં દુખાવો, એસિડિટી, ઉલટી, કબજિયાત, ગેસ અથવા લિવર સંબંધિત સમસ્યાઓનું થશે સચોટ નિદાન : ડો. પાર્થ અત્યાધુનિક એન્ડોસ્કોપી, કોલોનોસ્કોપી, લિવર બીમારી, એસિડિટી, અલ્સર, પિતાશયની પથરી, આંતરડાંના કેન્સરના નિષ્ણાંત તબીબમોરબી : વોકહાર્ટ હોસ્પિટલ્સના પેટ અને આંતરડાના નિષ્ણાંત ડૉ. પાર્થ વાઘડિયા આગામી શુક્રવારના રોજ શિવમ હોસ્પિટલ અને સત્યમ.હોસ્પિટલમાં ઓપીડી યોજવાના છે. તો રાજકોટ ધક્કા ખાવાને બદલે ઘરઆંગણે જ યોજાનાર ઓપીડીનો લાભ લેવા દર્દીઓને જણાવાયુ છે. આજકાલ પેટમાં દુખાવો, એસિડિટી, ઉલટી, કબજિયાત, ગેસ અથવા લિવર સંબંધિત સમસ્યાઓ સામાન્ય થઈ ગઈ છે. આવા રોગોને અવગણવા જોઈએ નહીં, કારણ કે તે ગંભીર સ્વરૂપ પણ લઈ શકે છે. ત્યારે હવે આવા રોગના નિષ્ણાંતને બતાવવા માટે રાજકોટ ધક્કો ખાવાની જરૂર નથી. પેટ અને આંતરડાના રોગોમાં નિષ્ણાંત ગેસ્ટ્રો એન્ટેરોલોજિસ્ટ ડૉ. પાર્થ વાધડિયા હવે મોરબી ખાતે નિદાન અને માર્ગદર્શન માટે આવનાર છે.ડૉ. પાર્થી વાધડિયા MBBS, MD, DrNB (Gastroenterology) જેવી ઉચ્ચ શિક્ષણ પાત્રતા ધરાવે છે અને હાલમાં વોકહાર્ટ હોસ્પિટલ, રાજકોટ ખાતે કન્સલ્ટન્ટ ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટ તરીકે કાર્યરત છે. તેઓ અત્યાધુનિક એન્ડોસ્કોપી, કોલોનોસ્કોપી, લિવર બીમારી, એસિડિટી, અલ્સર, પિતાશયની પથરી, આંતરડાંના કેન્સર સહિતના રોગોમાં વિશેષતા ધરાવે છે. તેઓ જાણીતા ડૉ. પ્રફુલ કમાણીની ટીમમાંથી જ છે. તેઓ તા. 13 જૂન 2025ને શુક્રવારના રોજ મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર રોડ ઉપર રામધન એન્ડ ન્યુ પ્રભુકૃપા ટાઉનશીપ સામે આવેલ શિવમ હોસ્પિટલમાં સવારે 10:30 થી 12:30 દરમિયાન ઓપીડી યોજવાના છે. આ સાથે તેઓ શનાળા રોડ ઉપર કાયાજી પ્લોટમાં સરદારબાગ પાસે ખુશ્બુ હોસ્પિટલ સામે આવેલ સત્યમ હોસ્પિટલમાં બપોરે 1:00 થી 2:00 દરમિયાન ઓપીડી યોજવાના છે. જે પણ દર્દીઓએ પેટ સંબંધિત રોગો માટે નિદાન કરાવવું હોય તેઓએ રજિસ્ટ્રેશન કરાવી જૂના રિપોર્ટ સાથે આવવાનું રહેશે.ઓપીડી તા.13 જૂનસ્થળ : શિવમ હોસ્પિટલસમય : 10:30 થી 12:30સ્થળ : સત્યમ હોસ્પિટલસમય : 1:00 થી 2:00મો.નં. 95120 15846વેબસાઈટ : www.wockhardthospitals.com