હળવદ : હળવદ શહેરમાં સખી મરચાના મિલ પાસે જુના ઝઘડાનો ખાર રાખી ફરિયાદી પ્રકાશભાઈ મગનભાઈ પરમાર રહે.બસસ્ટેન્ડ પાછળ હળવદ વાળાઓ ઉપર આરોપી જયેશ કાળુભાઇ પરમાર, મોહિત પરમાર તેમજ અમન પરમાર રહે.બસ સ્ટેન્ડ પાછળ હળવદ વાળાઓએ લોખંડના પાઇપ વડે હુમલો કરી માર મારી ઇજાઓ પહોંચાડતા બનાવ અંગે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.