30 જુલાઈ સુધીમાં nominations.bmfawards@gmail.com પર નોમિનેશન કરાવવાનું રહેશેમોરબી : ‘29માં મહાવીર એવોર્ડ’ માટે ઈચ્છુક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. આ અરજી આગામી 30 જુલાઈ 2025 સુધીમાં કરવાની રહેશે.સામાન્ય વહિવટ વિભાગ તથા મહેસૂલ વિભાગ, ગાંધીનગર, ગુજરાત સરકાર, દર વર્ષની જેમ આ વર્ષે પણ ‘ભગવાન મહાવીર એવોર્ડ’ આપવામાં આવનાર છે. આ એવોર્ડ 1. અહિંસા અને શાકાહાર ક્ષેત્રે, 2. શિક્ષણ ક્ષેત્રે, 3. તબીબ ક્ષેત્રે અને 4. સમાજ સેવા ક્ષેત્રે એમ ચાર કેટેગરીમાં આપવામાં આવે છે.જે અંગેની તમામ વિગતો www.bmfawards.org પરથી મેળવી શકાશે. જેથી 30 જુલાઈ 2025 સુધીમાં nominations.bmfawards@gmail.com પર નોમિનેશન કરવા મોરબ જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.