પાડોશમાં રહેતા શખ્સે ધોકા મારી હાથ ભાંગી નાખ્યોવાંકાનેર : વાંકાનેર તાલુકાના અમરસર ગામે શેરીમાં દેકારો કરી જોર જોરથી ગાળો બોલી રહેલા શખ્સને દેકારો કરવાની ના પાડનાર પાડોશીને આરોપીએ ધોકા ફટકારી હાથમાં ફ્રેક્ચર કરી નાખતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના અમરસર ગામે રહેતા ફરિયાદી વિનોદભાઈ જીવાભાઈ ધંધુકિયાએ આરોપી મુકેશ વેરસીભાઈ સીતાપરા શેરીમાં દેકારો કરી ગાળો બોલતો હોય શા માટે દેકારો કરશ તેમ કહી દેકારો કરવાની ના પાડતા આરોપીએ ધોકા વડે માર મારી હાથ ભાંગી નાખતા બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.