વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસે નાઈટ પેટ્રોલિંગ દરમિયાન શહેરના જુમાં મસ્જિદ નજીક આવેલ ચોકમાં જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી (૧) જાકીરહુશેન ઇસ્માઇલભાઇ મેસાણીયા (૨) આહમદભાઇ ઉસ્માનભાઇ શેખ (૩) સલીમભાઇ ઇબ્રાહીમભાઇ થીમ (૪) સાકીરભાઇ સકીલભાઇ મેસાણીયા (૫) જુબેરભાઇ અબ્દુલકરીમભાઇ બોરડીવાલા (૬) ફયાજહુશેન મહમંદ હનીફભાઇ કડીવાર અને (૭) જાકીરભાઇ ઉસ્માનભાઇ ભોરણીયાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા ૮૦,૧૦૦ કબજે કરી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.