મોરબી : રાજસ્થાનના જયપુર ખાતે અગ્રવાલ પ્રોડક્શન હાઉસ દ્વારા ઈન્ડિયા ટોપ મોડલ-7 ટીવી રિયાલિટી શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોમાં મોરબીની 10 વર્ષની દીકરી અરાહી પટેલે ત્રીજો નંબર મેળવીને મોરબીનું ગૌરવ વધાર્યું છે.મોરબીમાં રહેતી અને ખાનગી શાળામાં અભ્યાસ કરતી 10 વર્ષની અરાહી મૌનિષ પટેલે ઈન્ડિયા ટોપ મોડલ સિઝનમાં ઓડિશન આપ્યું હતું. ત્યારબાદ તે સિલેક્ટ થતાં જયપુર ખાતે ફાઈનલમાં પહોંચી હતી. આ સ્પર્ધામાં દેશભરમાંથી છોકરા-છોકરીઓએ ભાગ લીધો હતો. જેમાં અલગ અલગ રાઉન્ડ જેવા કે ટેલેન્ટ રાઉન્ડ, વોક રાઉન્ડ અને પ્રશ્નોતરી રાઉન્ડ યોજાયા હતા. જેમાં મોરબીની અરાહી પટેલે ત્રીજો નંબર મેળવ્યો હતો. અરાહીએ આ સ્પર્ધામાં બે ટાઈટલ પોતાના નામે કર્યા હતા. જેમાં મીસ કોન્ફીડેન્ટ અને ફાઈનલ રાઉન્ડમાં ત્રીજો નંબર મેળવ્યો હતો.