ઘઉંના સૌથી ઉંચા ભાવ 521 તો તલના 1965 રૂપિયા પ્રતિ મણ બોલાયામોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડ આજે 10 જૂન ને મંગળવારના રોજ ઘઉં, કપાસ, તલ, મગફળી, તુવેર, જીરું, જુવાર, બાજરો, મગ, સીંગફાડા, ચણા, એરંડા, ગુવાર બી, કાળા તલ, મેથી અને રાયડો તથા શાકભાજીમાં લીલા મરચા, રીંગણા, કારેલા, ગુવાર, ભીંડો, ટમેટા, કોબીજ, કાકડી, લીંબુ, દુધી અને સુક્કી ડુંગળીની પણ આવક થવા પામી છે. આજે 607 ક્વિન્ટલ એટલે કે 3035 મણ ઘઉંની આવક થઈ છે. ઘઉંના સૌથી ઉંચા ભાવ આજે 521 રૂપિયા સુધી બોલાયા છે. મોરબી યાર્ડમાં આજે 475 ક્વિન્ટલ તલની આવક થઈ છે. તલના સૌથી ભાવ 1965 રૂપિયા સુધી બોલાયા છે. તો કપાસના 1400, મગફળીના 924, તુવેરના 1229, જીરુંના 3860, જુવારના 944, બાજરાના 536, મગના 1351, સીંગફાડાના 1184, ચણાના 1074, એરંડાના 1211, ગુવાર બીના 990, કાળા તલના 3160, મેથીના 780 અને રાયડાના 1110 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે.આજે શાકભાજીમાં લીલા મરચાના પ્રતિ મણ 800 રૂપિયા, રીંગણાના 600 રૂપિયા, કારેલાના 700 રૂપિયા, ગુવારના 1800 રૂપિયા, ભીંડાના 700 રૂપિયા, ટામેટાના 600 રૂપિયા, કોબીજના 240 રૂપિયા, કાકડીના 700 રૂપિયા, લીંબુના 800 રૂપિયા, દુધીના 500 રૂપિયા અને સુક્કી ડુંગળીના 300 રૂપિયા ભાવ બોલાયા છે.