મોરબી : મોરબી જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. શ્રીવાસ્તવ, બ્લડ કેમ્પના જિલ્લા નોડલ અધિકારી ડો. ધનસુખ અજાણા તથા તાલુકા હેલ્થ કચેરી માળિયાના સીધા માર્ગદર્શન હેઠળ શ્રી બ્લડ બેંક મોરબી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વવાણીયાના સહયોગથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વવાણીયા ખાતે આજે 10-6-2025 ને મંગળવારના રોજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.ગ્રામ્ય આગેવાનોની હાજરીમાં કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને પ્રસંગને અનુરૂપ પોતાનાં હકારાત્મક વિચારો રજુ કર્યા. તેમજ લોકોને બહોળી માત્રામાં આ કેમ્પમાં રક્તદાન કરવા માટે અનુરોધ કર્યો હતો. આ કેમ્પમાં વવાણીયા ગામમાંથી તેમજ આજુબાજુ ગામમાંથી આવેલા લોકો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 28 યુનિટ બ્લડનું કલેક્શન કરવામાં આવ્યું હતું. આ કેમ્પને સફળ બનાવવા માટે તાલુકા હેલ્થ ઓફિસર ડો ડી.જી. બાવરવા, મેડિકલ ઓફિસર ડો. કૃપાબેન કકાસણીયા, તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વવાણીયાના સ્ટાફ અને તેમની હેઠળ આવેલા તમામ પેટા આરોગ્ય કેન્દ્રના આરોગ્ય સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવી આ કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.