19 વર્ષના દર્દીને હાથ, પગના થાપા, ગોઠણ અને પીંડીના હાડકામાં ખુલ્લા ઘાવ સાથે ફ્રેકચર થયા હતા,ઓર્થો. વિભાગે બે મહિના એક પછી એક સર્જરી કરી દર્દીને સંપૂર્ણ સ્વસ્થ કર્યોમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : અકસ્માતમાં હાથ, પગના થાપા, ગોઠણ અને પીંડીના હાડકામાં ખુલ્લા ઘાવ સાથે ફ્રેકચર થયું હોવાથી યુવાન દર્દી અનેક હોસ્પિટલ ફરી આયુષ હોસ્પિટલમાં આવતા અહીં બે જ મહિનામાં એક પછી એક જટિલ સર્જરી કરી યુવાનને સ્વસ્થ કરી દેવામાં આવ્યો છે.૧૯ વર્ષીય દર્દી જેને રોડ એક્સિડન્ટમાં જમણા હાથના બાવળામાં અને જમણા પગના થાપા, ગોઠણ અને પીંડીના હાડકામાં ખુલ્લા ઘાવ સાથે ફ્રેકચર થયું હતું. જેમાં દર્દીના ગોઠણના તાણીયા પણ તૂટી ગયેલા હતા.ત્યાર બાદ દર્દી ઘણી બધી હોસ્પિટલમાંથી ફરી અને આયુષ હોસ્પિટલમાં સારવાર માટે આવેલ હતા. ત્યાં ઓર્થોપેડિક ડોક્ટરોની ટીમ દ્વારા એક પછી એક દરેક જગ્યાનું ઓપરેશન કરીને દર્દીને બે જ મહિનામાં બરાબર કરવામાં આવ્યા હતા. હાલમાં દર્દી સ્વસ્થ છે. ચાલી શકે છે. દર્દી અને તેમના સ્નેહી દ્વારા આયુષ હોસ્પિટલ અને ડોક્ટરો તથા તમામ સ્ટાફનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. તેમ આયુષ હોસ્પિટલની યાદીમાં જણાવાયુ છે.