મોરબી : મોરબીના અનેક વિસ્તારમાં અત્યારે પાણીની પળોજણ ચાલી રહી છે. તેવામાં મચ્છું ડેમમાં પંપના વાલનું કામ હાથ ધરવાનું હોવાથી કાલે મંગળવારથી ત્રણ દિવસ પાણી અનિયમિત રહેવાનું છે.મચ્છુ-૨ ડેમ ખાતે પંપના વાલનું રીપેરીંગ કામ તા.૧૦/૦૬/૨૦૨૫ના રોજ સવારના ૦૮:૦૦ કલાક થી રાત્રીના ૦૮:૦૦ કલાક સુધી ચાલવાનું હોય જેથી તા.૧૦/૦૬/૨૦૨૫ થી તા.૧૨/૦૬/૨૦૨૫ના રોજ દિવસ-૩ (ત્રણ) માટે મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં પાણી વિતરણ અનિયમિત રીતે થશે. જેની જાહેર જનતાને નોંધ લેવા મોરબી મહાનગરપાલિકાના વોટર વર્કસ શાખાની યાદીમાં જણાવાયું છે.