તાલીમવર્ગમાં ઈચ્છુક ઉમેદવારોએ 21 જૂન સુધીમાં જિલ્લા રોજગાર કચેરીનો સંપર્ક કરવા અપીલ મોરબી : મોરબી જિલ્લાના યુવાનો આર્મી, એરફોર્સ, નેવી, અર્ધ લશ્કરી દળો, પેરા મીલીટરી ફોર્સીસ તથા પોલીસ ફોર્સ વગેરેમાં વધુમાં વધુ પ્રમાણમાં ઉમેદવારો જોડાય તે હેતુથી આવા ઉમેદવારોને ભરતીપૂર્વે શારીરિક ક્ષમતા માટેની નિવાસી તાલીમ (રહેવા જમવાની સગવડની સાથે) દિવસ-30 માટેના ફક્ત પુરૂષ ઉમેદવારો માટે તાલીમવર્ગનું આયોજન ફક્ત મોરબી જિલ્લાના ઉમેદવારો માટે આ કચેરી દ્વારા કરવામાં આવનાર છે.આ તાલીમવર્ગમાં જોડાવવા માટેની લાયકાતની વાત કરીએ તો, ઉંમર-17 1/2 થી 21 વર્ષ, અભ્યાસ-ધો. 10 પાસ કે તેથી વધું, ધો. 10માં ઓછામાં ઓછા 50% ફરજિયાત અને દરેક વિષયમાં 33% માર્કસ ફરજિયાત, ધો.12 પાસ, ઉંચાઇ 168 સે.મી. કે તેથી વધુ, વજન-50 કિ.ગ્રા. કે તેથી વધુ, છાતી 77 સે.સી.(ફુલાવ્યા વગર) અને 82 સે.મી.(ફુલાવીને) તેમજ તબીબી રીતે ફીટ હોવું જરૂરી છે.જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારોએ પોતાના તમામ પ્રમાણપત્રો સાથે તા.21-06-2025 સુધીમાં (રજા સિવાયના દિવસો દરમિયાન) 10-30 થી 6 સુધીમાં જિલ્લા રોજગાર કચેરીનો સ્વખર્ચે સંપર્ક કરવાનો રહેશે. આ અગાઉ આ કચેરી દ્વારા આયોજિત નિવાસી તાલીમમાં ભાગ લીધેલ હોય તે ઉમેદવાર પ્રવેશપાત્ર રહેશે નહીં. વધુ માહિતી માટે અત્રેની કચેરીના હેલ્પલાઈન નંબર 02822-240419 પર સંપર્ક કરવા મોરબી જિલ્લા રોજગાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.