ટંકારા : ટંકારા શહેરને કર્મભૂમિ કરી ગામડામાંથી રોજી રોટી, વેપાર-ઉદ્યોગ-ધંધા માટે આવેલા મોટા સમૂહનું પટેલ સમાજ સંગઠન ધણા લાંબા સમયથી કામ કરી રહ્યું છે. ત્યારે આ ટંકારા પટેલ એસોસિએશનના જુના પ્રમુખની ટર્મ પૂર્ણ થતાં નવા પ્રમુખની વરણી કરવામાં આવી છે. ગણમાન્ય સદસ્ય દ્વારા પંથકના કદાવર ભાજપ અગ્રણી સંગઠનના પુર્વ સાથી પ્રવિણ લોને પ્રમુખ બનાવાયા છે. ત્યારે સર્વે સમાજ માટે તત્પર રહીને કામ કરનારા પ્રવિણ લોની પ્રમુખ તરીકે વરણી થતાં ચોમેરથી શુભેચ્છાઓનો ધોધ વહી રહ્યો છે.