મોરબી : મોરબી ખાણ ખનીજ વિભાગનો ટીમે બ્રાહ્મણી નદીના પટ્ટમાં થતી ખનીજ ચોરી ઉપર દરોડો પાડ્યો છે. જેમાં ખનીજ ચોરી કરતા પીળા કલરનું SANY કંપનીનું એક્ષકેવેટર મશીન, ટ્રક નં. GJ13AX9089, ટ્રક નં. GJ13AX9059 ને કબ્જે લઈ આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.