બે દિવસ પૂર્વે પુલ ઉપરથી કૂદકો માર્યો હોવાની આશંકા, પુરૂષની 50થી 60 વર્ષ વચ્ચે ઉપર હોવાનો અંદાજ મોરબી : મોરબીના બેઠા પુલ નીચેથી આજે સવારે એક અજાણી વ્યક્તિનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ વ્યક્તિની ઓળખ મેળવવા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના બેઠા પુલ નીચે આજે સવારના અરસામાં કોઈ અજાણ્યા પુરુષનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ પડ્યો હતો. જેને પગલે સમગ્ર વિસ્તારમાં દુર્ગંધ ફેલાઈ હતી. બીજી તરફ બી ડિવિઝન પોલીસે આ મૃતદેહની ઓળખ મેળવવા તપાસ શરૂ કરી છે. મૃતક પુરુષની ઉંમર અંદાજે 50થી 60 વર્ષ વચ્ચેની હોવાનું માનવામાં આવી રહ્યું છે. તેને માથે ટાલ છે. શોર્ટ અને શર્ટ પહેરેલું હતું. આ વ્યક્તિએ બે દિવસ પૂર્વે પુલ ઉપરથી કૂદકો માર્યો હોય તેવી પણ આશંકા સેવાઈ રહી છે. જે કોઈને આ વ્યક્તિના વાલી વારસ વિશે ખ્યાલ હોય તેઓને બી ડિવિઝન પોલીસનો સંપર્ક કરવા જણાવાયુ છે.