3015 મણ ઘઉંની આવક, ભાવ 510 સુધી બોલાયામોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડ આજે 9 જૂન ને સોમવારના રોજ ઘઉં, કપાસ, તલ, મગફળી, તુવેર, જીરું, બાજરો, ધાણા, મગ, અડદ, ચણા, એરંડા, ગુવાર બી, કાળા તલ, સીંગફાડા અને રાયડો તથા શાકભાજીમાં લીલા મરચા, રીંગણા, કારેલા, ગુવાર, ભીંડો, ટમેટા, કોબીજ, કાકડી, લીંબુ, દુધી અને સુક્કી ડુંગળીની પણ આવક થવા પામી છે. આજે 603 ક્વિન્ટલ એટલે કે 3015 મણ ઘઉંની આવક થઈ છે. ઘઉંના સૌથી ઉંચા ભાવ આજે 510 રૂપિયા સુધી બોલાયા છે. મોરબી યાર્ડમાં આજે 444 ક્વિન્ટલ તલની આવક થઈ છે. તલના સૌથી ભાવ 1922 રૂપિયા સુધી બોલાયા છે. તો કપાસના 1400, મગફળીના 1060, તુવેરના 1185, જીરુંના 3800, બાજરાના 553, ધાણાના 1150, મગના 1397, અડદના 1422, ચણાના 1079, એરંડાના 1202, ગુવાર બીના 980, કાળા તલના 2958, સીંગફાડાના 1160 અને રાયડાના 1102 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે.આજે શાકભાજીમાં લીલા મરચાના પ્રતિ મણ 800 રૂપિયા, રીંગણાના 600 રૂપિયા, કારેલાના 700 રૂપિયા, ગુવારના 1800 રૂપિયા, ભીંડાના 700 રૂપિયા, ટામેટાના 600 રૂપિયા, કોબીજના 240 રૂપિયા, કાકડીના 700 રૂપિયા, લીંબુના 800 રૂપિયા, દુધીના 500 રૂપિયા અને સુક્કી ડુંગળીના 300 રૂપિયા ભાવ બોલાયા છે.