મોરબી : મિશન નવભારત મોરબી જિલ્લા મહિલા શાખાના હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. જેમાં પ્રમુખ તરીકે મિતલબેન ભાનુશાલીની વરણી કરવામાં આવી છે. જ્યારે મહામંત્રી તરીકે આરતીબેન રત્નાણી અને ફોરમબેન અઘેરાની વરણી કરાઈ છે. ઉપ પ્રમુખ તરીકે ટીશાબેન ઠાકોર, હરપ્રીતબેન શીખ, કૈલાશબેન ઠાકોર અને માધુરીબેન કક્કડની વરણી કરવામાં આવી છે. તો મંત્રી તરીકે જ્યોતિબેન પિત્રોડા, સુમિતાબેન પીઠવા અને પ્રિયંકાબેન સાગઠીયાની પસંદગી કરાઈ છે.