મોરબી : લાલપરમાં તા. 8-6-2025ને રવિવારના રોજ શ્રી રામરાત્રી મહિલા શાખા દ્વારા એક દિવસીય શીબીર(કેમ્પ)નું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં વ્યાયામ, રમત-ગમત, પર્યાવરણ જતન, સ્વદેશી તેમજ વૃક્ષોની માહિતી, સ્વીમીંગ, ગૌ-સવર્ધન માહિતી વગેરે જેવા આયામોનુ આયોજન કરવામાં આવ્યુ. આ શીબીર માં શ્રી રામરાત્રી મહિલા શાખા(રાષ્ટ્ર સેવિકા સમીતી)ના બહેનો મોરબી જીલ્લા કાર્યવાહ કિરણબેન જોશી તથા સહયોગી મોરબી તાલુકા સેવા પ્રમુખ ડો.શરદભાઈ અઘારા તથા જયેન્દ્રભાઈ નારણીયા જોડાયા હતા.