બેઠા અને ઉપરના પુલ ઉપર લોકો મૃતદેહ જોવા ઉભા રહી જતા ટ્રાફિક જામ મોરબી : મોરબીના બેઠા પુલ નીચેથી આજે એક અજાણી વ્યક્તિનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના બેઠા પુલ નીચે આજે સવારના અરસામાં કોઈ અજાણી વ્યક્તિનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ પડ્યો હતો. જેને પગલે સમગ્ર વિસ્તારમાં દુર્ગંધ ફેલાઈ હતી. બેઠા પુલ અને ઉપરના પુલ ઉપર લોકો મૃતદેહ જોવા ઉભા રહી જતા ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. બીજી તરફ બી ડિવિઝન પોલીસે આ મૃતદેહને પીએમ અર્થે ખસેડી વ્યક્તિની ઓળખ મેળવવા સહિતની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.