ટંકારા : ટંકારા તાલુકાની ગ્રામ પંચાયતોની સામાન્ય તથા પેટા ચૂંટણી આગામી તા.22ના રોજ યોજાનાર છે. જેમાં આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો. સરપંચ માટે 10 અને સભ્ય માટે 36 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. ટંકારાના 24 ગામોમાં સામાન્ય અને પેટા ચૂંટણી યોજનાર છે. જેમાં લજાઈ ગામે સરપંચ માટે 5 તો સભ્ય માટે 11 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. ગજડી ગામે સરપંચ માટે 1 તો સભ્ય માટે 8 ફોર્મ ભરાયા છે. જબલપુર ગામે સરપંચ માટે 1 અને સભ્ય માટે 14 ફોર્મ ભરાયા છે. હરિપર, લખધીરગઢ અને વિરવારમાં સરપંચ માટે એક-એક ફોર્મ ભરાયા છે. જ્યારે છતર, નેકનામ અને સજનપર ગામે સભ્ય માટે એક-એક ફોર્મ ભરાયા હોવાનું જાણવા મળી રહ્યું છે.