19 જૂને ક્લાસિસનું ઓપનિંગ, રજિસ્ટ્રેશન શરુમોરબી : અનસ્ટોપેબલ વોરિયર ગ્રુપ પ્રસ્તુત પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે ત્રણ મહિના ફ્રી ગરબા ક્લાસિસનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નવરાત્રી સુધી તદ્દન ફ્રીમાં ગરબા શીખવવામાં આવશે. આ ક્લાસિસમાં લેડીસ બેચ,ચિલ્ડ્રન બેચ અને જેન્ટ્સ બેચ અલગ અલગ રાખવામા આવેલ છે. જેનું ગ્રાન્ડ ઓપનિંગ 19 જૂન 2025 ના રોજ સાંજે 7 કલાકે રાખવામા આવેલ છે. તો આ કલાસીમાં ભાગ લેવા મોરબીના તમામ ભાઈઓ તથા બહેનોને રજિસ્ટ્રેશન કરાવી લેવા જણાવાયું છે. રજિસ્ટ્રેશન ફોર્મ (1) અનસ્ટોપેબલ વોરિયર ગ્રુપ, છાત્રાલય રોડ, સુપર માર્કેટ (2) નીલકંઠ સ્કૂલ, રવાપર રોડ, (3) ઓમ શાંતિ ઇંગ્લિશ સ્કૂલ સનાળા રોડ, (4) વિનર્સ ડાન્સ એકેડમી કોહિનૂર કોમ્પ્લેક્સ, રવાપર ચોકડી ખાતેથી મેળવવાનું રહેશે. તો નામ રજીસ્ટ્રેશન કરાવવા અનસ્ટોપેબલ વોરિયર ગ્રુપના પ્રમુખ હેતલબેન પટેલની યાદીમાં જણાવવામાં આવ્યું છે. આ કલાસીસમાં (૧) રામેશ્વર પાર્ટી પ્લોટ, રવાપર ઘુંનડા રોડ, ન્યૂ એરા સ્કૂલની બાજુમાં મોરબી-1, (૨) શિવાલીકા કોમ્પ્લેક્સ, મહેન્દ્રનગર ચોકડી મોરબી-2 ખાતે ગરબા શીખવાડવામાં આવશે. જેમાં કોરિયોગ્રાફર સ્પેશિયલ મહિલાઓ માટે શ્રુતિ વ્યાસ, બ્રિજલ ઠક્કર, મીરા દવે, અર્ચના રાજા, પૂજા પટેલ, દિવ્યા રાવલ, કિંજલ ભાનુશાલી જેવા કોરિયોગ્રાફર તેમજ સ્પેશિયલ પુરુષો માટે અવી પટેલ, પ્રતિક મહેતા, તુષાર ચાવડા, કલ્પેશ લાલવાણી, કૌશિક પટેલ, જૈનમ સોની, શિવમ શર્મા વગેરે કોરિયોગ્રાફર દ્વારા ગરબા શીખવવામાં આવશે. આ પ્રોગ્રામ માટે જીતુભાઇ રબારી, રામભાઈ મહેતા અને અંકિતભાઈ ગજ્જર સહકાર આપી રહ્યા છે. આ કાર્યક્રમ માટે વિનર્સ ડાન્સ એકેડમીના ઓનર સંજયભાઈ વ્યાસ અને તાન્યા ગુલવાણી અને વિનર્સ ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે. વધુ માહિતી માટે મો.નં. 99791 82222 પર સંપર્ક કરવા યાદીમાં જણાવવામાં આવ્યું છે.