મોરબી : મોરબી તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન પીપળી ગામની સીમમાં સિસમ સિરામિક ફેકટરી નજીકથી આરોપી ભગવાનજીભાઈ નામેરીભાઈ શામળિયા ઉ.38 રહે.લાયન્સનગર, નવલખી રોડ, મોરબી વાળાને વિદેશી દારૂની 4 બોટલ કિંમત રૂપિયા 5200 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.