4350 મણ ઘઉંની આવક, ભાવ 515 સુધી બોલાયામોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડ આજે 7 જૂન ને શનિવારના રોજ ઘઉં, કપાસ, તલ, મગફળી, સુવાદાણા, જીરું, બાજરો, જુવાર, મગ, સીંગફાડા, ચણા, એરંડા, ગુવાર બી, કાળા તલ, રાય, રાયડો અને તુવેર તથા શાકભાજીમાં લીલા મરચા, રીંગણા, કારેલા, ગુવાર, ભીંડો, ટમેટા, કોબીજ, કાકડી, લીંબુ, દુધી અને સુક્કી ડુંગળીની પણ આવક થવા પામી છે. આજે 870 ક્વિન્ટલ એટલે કે 4350 મણ ઘઉંની આવક થઈ છે. ઘઉંના સૌથી ઉંચા ભાવ આજે 515 રૂપિયા સુધી બોલાયા છે. મોરબી યાર્ડમાં આજે 522 ક્વિન્ટલ તલની આવક થઈ છે. તલના સૌથી ભાવ 1926 રૂપિયા સુધી બોલાયા છે. તો કપાસના 1351, મગફળીના 1000, સુવાદાણાના 1379, જીરુંના 3700, બાજરાના 559, જુવારના 820, મગના 1439, સીંગફાડાના 1400, ચણાના 1070, એરંડાના 1202, ગુવાર બીના 968, કાળા તલના 2720, રાયના 1228, રાયડાના 1110 અને તુવેરના 1240 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે.આજે શાકભાજીમાં લીલા મરચાના પ્રતિ મણ 800 રૂપિયા, રીંગણાના 600 રૂપિયા, કારેલાના 600 રૂપિયા, ગુવારના 1400 રૂપિયા, ભીંડાના 600 રૂપિયા, ટામેટાના 600 રૂપિયા, કોબીજના 200 રૂપિયા, કાકડીના 600 રૂપિયા, લીંબુના 800 રૂપિયા, દુધીના 500 રૂપિયા અને સુક્કી ડુંગળીના 300 રૂપિયા ભાવ બોલાયા છે.