મોરબી: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા જાહેર કરાયેલ બી.એડ્. સેમેસ્ટર-4ના પરિણામમાં મોરબીની નવયુગ બી.એડ્. કોલેજમાં અભ્યાસ કરતાં તાલિમાર્થીઓએ શાનદાર પરિણામ સાથે સંસ્થાનું ગૌરવ વધાર્યું છે.સંસ્થાના 100% પરિણામ સાથે તાલિમાર્થી વ્યાસ માનસીએ 2500માંથી 2374 ગુણ સાથે 94.96% મેળવી પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે. જિવાણી ખુશાલીએ 2370 ગુણ સાથે 94.80% મેળવી દ્વિતીય અને અગોલા પ્રિયાંશીએ 2355 ગુણ સાથે 94.20% મેળવી તૃતીય ક્રમ પ્રાપ્ત કર્યો છે. આ ઝળહળતા પરિણામ માટે સંસ્થાના પ્રમુખ પી.ડી. કાંજીયા તથા નવયુગ પરિવાર તરફથી તાલિમાર્થીઓને અભિનંદન તથા ઉજ્જ્વળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.