મોરબી : 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પ્રકૃત્તિ પ્રત્યે સેવા દાખવી સમગ્ર મોરબી જિલ્લામાં કાર્યરત 1962 કરુણા હેલ્પલાઇન MVD, MVU ટીમ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ દરમ્યાન જિલ્લાના બધા જ વેટરનરી ઓફિસર અને પાઇલોટ કમ ડ્રેસર દ્વારા દરેક ગામમાં 30 જેટલા છોડ રોપીને પ્રકૃત્તિનો જતન કરવાનો સંદેશો પાઠવવામાં આવ્યો હતો.