ટંકારા : 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે છત્તર પ્રાથમિક શાળામાં 'એક પેડ મા કે નામ' થીમ અંતર્ગત આશરે 100 જેટલા છોડ શાળાના પટાંગણમાં વાવવામાં આવ્યા હતા અને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. છોડના રોપાને ટંકારા નર્સરીથી લાવવામાં તેમજ શાળામાં વાવવામાં મદદરૂપ બનનાર શિક્ષક ભૂંભરીયા ધર્મેન્દ્રભાઈ અને શાળાના 5 વિદ્યાર્થીઓ મદદ રૂપ બન્યા હતા. આ તકે છોડ અને વૃક્ષો વાવવામાં મદદરૂપ બનનાર મિત્રોનો શાળાના આચાર્ય ભાવેશભાઈ સંઘાણીએ આભાર વ્યક્ત કર્યો હતો.