મોરબી : યુવા શક્તિ ફાઉન્ડેશન મોરબી દ્વારા વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે આગામી તારીખ 14 જૂન ને શનિવારના રોજ પ્રથમ સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબીના નવલખી રોડ પંચાસર ચોકડી ખાતે સતવારા સમાજ વાડી ખાતે સ્નેહમિલન સમારોહ યોજાશે. રાત્રે 7 થી 8 કલાકે ભોજન સમારોહ અને ત્યારબાદ 8 કલાકે સ્નેહ મિલન સમારોહ શરૂ થશે.