મોરબી : ઇન્ડિયન આર્મીની ટ્રેનિંગ સફળતાપૂર્વક પૂર્ણ કરીને વતન પરત ફરેલા રોહિત મનોજભાઈ દેગામાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આજરોજ 6 જૂન ને સાંજે 5 વાગ્યે મોરબીના હાઉસિંગ બોર્ડથી સિલ્વર પાર્ક સોસાયટી સુધી રોહિતભાઈ દેગામાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં ભવ્ય રેલી નીકળી હતી. આર્મીના જવાન રોહિતભાઈ દેગામને લોકોએ હાર પહેરાવી ઘોડા પર બેસાડીને દેશભક્તિના ગીતો સાથે રેલી કાઢવામાં આવી હતી. તિરંગા સાથે લોકો આ રેલીમાં જોડાયા હતા અને દેશભક્તિનો માહોલ છવાયો હતો.