મોરબી : મોરબીમાં લખધીરવાસ ગઢ પાસે ખુલ્લી કુંડીમાં ગૌવંશ અવારનવાર પડી જતા હોવાના બનાવ બને છે. આ મામલે અનેકવાર રજૂઆત કરવા છતાંય કોઈ કાર્યવાહી ન થતી હોવાની રાવ ઉઠી છે.આ મામલે વિશ્વ હિન્દુ પરિષદ અધ્યક્ષ કે.બી બોરીચાએ જણાવ્યું કે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ સહિતના સંગઠન દ્વારા રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. અગાઉ પણ એક બાળક પડી આવી ગટરમાં પડી ગયું હોય ત્યારબાદ વોકળામાં પતરા મારીને સેફટી દિવાલ બનાવવામાં આવી હતી. તો શું કોઈ જાનહાની સર્જાયા બાદ જ કાર્યવાહી થશે ? જો તાકીદે પગલાં લેવામાં નહિ આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.