હળવદ : હળવદ તાલુકાના ઢવાણા નજીક માર્કેટિંગ યાર્ડમાં તલી વેચી ઘરે જઈ રહેલા ધ્રાંગધ્રાના જીવા ગામના ખેડૂતને પગે લાગવાનું કહી રૂ.1.22 લાખની લૂંટ ચલાવનાર સાધુ રૂપે શૈતાન તેમજ તેના મળતીયા વિરુદ્ધ અંતે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ગત તા.3જુનના રોજ બપોરના સમયે હળવદ યાર્ડમાં તલ વેચી પરત ઘેર જઈ રહેલા ધ્રાંગધ્રા તાલુકાના જીવા ગામના રહેવાસી ખેડૂત અરજણભાઇ રણછોડભાઈ કાચરોલાને ઢવાણા પાટિયા નજીક એક કાળા કલરની કારના ચાલકે રોકી નજીકમાં કોઈ મંદિર છે કે કેમ તેમ કહી રોકી વાતો કરી હતી અને બાદમાં કારમાં બેઠેલા સાધુને પગે લાગવાનું કહેતા અરજણભાઈ પગે લાગવા જતા જ અરજણભાઈનું પાકિટ પડાવી લઈ પહેલા 10 હજાર કાઢી લીધા હતા બાદમાં તલના રૂપિયા 1.12 હજાર પણ બળજબરીથી લૂંટી બન્ને શખ્સ અરજણભાઈને પછાડી ભાગી જતા બે દિવસ બાદ અંતે બનાવ અંગે પોલીસે ગુન્હો દાખલ કર્યો હતો.