મોરબી : શ્રી ચા.મ.મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ મંડળ, મોરબી યુવક સમિતિ તથા મહિલા સમિતિ દ્વારા તા. 29-6-2025 ને રવિવારના રોજ સાંજે 3:30 કલાક દરમ્યાન જ્ઞાતિની વાડી, 10/11, સાવસર પ્લોટ, મોરબી ખાતે રંગારંગ કાર્યક્રમ સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં 5 થી 13 વર્ષના બાળકો માટે સંગીત ખુરશી, લીંબુ ચમચી અને એક મિનિટ જેવી રમત ગમતનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ કોઈ પણ જ્ઞાતિના બાળકો માટે ડાન્સ, અભિનય, સિગિંગ વગેરે 5 મિનિટના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં કોઈ પણ જ્ઞાતિજનો ભાગ લઈ શકશે. જેના માટે તા. 22-6-2025 સુધીમાં એન્ટ્રી ફી રૂ. 50 ભરી નામની નોંધણી કરાવવાની રહેશે. આ કાર્યક્રમમાં ભાગ લેનાર તમામને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવશે. તેમજ વધુ માહિતી માટે યુવક સમિતિના અંબરીશભાઈ એ. જોશી મો.નં. 9426221466 / 8160324155 પર સંપર્ક કરવા યાદીમાં જણાવવામાં આવ્યું છે.