મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન શહેરના રવાપર રોડ ઉપર આવેલ ગોકુલધામ સોસાયટી નજીકથી આરોપી દિનેશભાઇ નાનાલાલ ચગ ઉ.72 રહે.ગોકુલધામ સોસાયટી વાળાને જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા ઝડપી લઈ વરલી મટકાનું સાહિત્ય તેમજ રોકડા રૂપિયા 1000 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.