મોરબી : મોરબી મહાનગરપાલિકા કચેરી ખાતે આજ રોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે કમિશનર સ્વપ્નિલ ખરે, કોર્પોરેશનના સ્ટાફ તેમજ ગુજરાત ગેસ લિમિટેડ મોરબી એરીયાના હેડ કમલેશ કંટારીયા તથા ગુજરાત ગેસના અધિકારીઓ દ્વારા સંયુક્ત રીતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.વૃક્ષો વાવો પર્યાવરણ બચાવો અને વો એ પ્રકૃતિના ફેફસા છે તે સૂત્રને સાર્થક કરવા આગામી દિવસોમાં ગુજરાત ગેસ લિમિટેડ દ્વારા 4 હજારથી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવનાર છે. તેમજ મોરબી ખાતે 200થી વધારે વૃક્ષો વાવવામાં આવશે. આ તકે મોરબી મહાનગરપાલિકાના કમિશનરે જણાવ્યું હતું કે, પ્રકૃતિનું રક્ષણ આપણા સર્વજનોની સામૂહિક જવાબદારી છે અને આવા કાર્યક્રમો દ્વારા જન જાગૃતિ સાથે પર્યાવરણ પ્રત્યેની પ્રતિબદ્ધતા વ્યાપક બની શકે છે અને આગામી સમયમાં મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં વૃક્ષોનું જતન થાય અને શહેર લીલુછમ બને અને શહેરમાં હરિયાળી ક્રાંતિના દર્શન થાય તે માટે તમામ શહેરીજનોને સહયોગ મેળવી તમામ પ્રયાસો મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવશે.