વાંકાનેર : આજ રોજ તા. 5 જૂન ને પર્યાવરણ દિવસ નિમિત્તે નરેન્દ્ર મોદી વિચાર મંચ આઇટી સેલ દ્વારા વાંકાનેર તાલુકાના ઢુવા ગામે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. આ દરમ્યાન નરેન્દ્ર મોદી વિચાર મંચ આઇટી સેલ દ્વારા 111 વૃક્ષનું રોપણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નરેન્દ્ર મોદી વિચાર મંચ આઇટી સેલ કચ્છ ઝોન પ્રમુખ કાળુભાઈ કે. પાંચિયા મચ્છુ ન્યૂઝ મોરબી તંત્રી, નરેન્દ્ર મોદી વિચાર મંચ આઇટી સેલ પ્રદેશ કારોબારી સદસ્ય કપીલભાઈ રાઠોડ, નરેન્દ્ર મોદી વિચાર મંચ આઇટી સેલ મોરબી જિલ્લા અધ્યક્ષ રામભાઈ મુંધવા, નરેન્દ્ર મોદી વિચાર મંચ આઇટી સેલ મોરબી જિલ્લા ઉપાધ્યક્ષ ઓમદેસિંહ જાડેજા, નરેન્દ્ર મોદી વિચાર મંચ આઇટી સેલ મોરબી જિલ્લા ઉપાધ્યક્ષ સંજયભાઈ કાવર તેમજ ટીમ સાથી લાલુભાઈ જાડેજા સહિત તમામ પદાધિકારીઓ હાજર રહ્યા હતા.