મોરબી : નિયમક-ગાંધીનગર અને જિલ્લા આયુર્વેદ અધિકારી -આયુર્વેદ શાખા, જિલ્લા પંચાયત, મોરબી ની સૂચના અને માર્ગદર્શન હેઠળ સાપકડાના આયુષ્માન આરોગ્ય મંદિર (આયુષ) ખાતે આજે 11મા વિશ્વ યોગ દિવસ અનુસંધાને હરિત યોગ અંતર્ગત વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં ગામમાં આશાબહેનોના માધ્યમથી 60 જેટલાં રોપા વિતરણ કરી વૃક્ષારોપણ કરાયું. ગ્રામજનોને સિંગલ યુઝ પ્લાસ્ટિકના ભય સ્થાનો વિશે મેડિકલ ઓફિસર દ્વારા જાણકારી આપી તેનો વપરાશ ન કરવા અનુરોધ કરવામાં આવ્યો.