સંબંધી હોવાથી મોરબીના યુવાનને કામે રાખ્યા બાદ કળા કરી ગયો : પ્રદ્યુમનનગર પોલીસે ગુનો નોંધ્યોમોરબી : મોરબીના એક યુવાને રાજકોટમાં એક હોટેલમાં કળા કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં હોટેલ માલિક 5 દિવસ બહાર ગયા ત્યાં યુવાને રૂ.2.39 લાખનો માલ ગાયબ કરી નાખતા આ મામલે પ્રદ્યુમનનગર પોલીસે હોટેલ માલિકની ફરિયાદના આધારે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર રાજ કુતુબભાઈ લાકડાવાલા ૨હે. પત્રકાર સોસાયટી મેઈન રોડ, રેસકોર્સ રીંગ રોડ પાસે, રાજકોટવાળાએ પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશને મુર્તજા હુશેનભાઈ લોખંડવાલા રહે. સૈફી મહોલ્લા, મુલ્લા શેરી, નાની બજાર, મોરબીવાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપી તેઓના ફઇના દીકરાનો દીકરો થતો હોય જેથી તેમના જુની ભારમલ રેસ્ટોરન્ટમાં સબંધના નાતે કામ અને સામાનની જવાબદારી તેમજ દેખભાળ સોપેલ હતી. આ દરમિયાન તેઓ પાંચેક દિવસ બહાર ગયા હોય ત્યારે મૂર્તજાએ રેસ્ટોરન્ટના વેપારના હીસાબના રૂ.૨૨,૯૪૫/- તથા વેપારીઓને હીસાબ પેટે ચુકવવાના સખેલ રૂ ૧,૩૦,૦૦૦/- મોબાઈલ ફોન, મોટર સાઈકલ તથા ડ્રાઈફુટ તેમજ કરીયાણાનો સામાન સહીત કુલ રૂ ૨,૩૯,૯૪૫/-ની કીંમતના રોકડ રકમ સહીતનો મુદામાલ પોતાના અંગત ઉપયોગમા વાપરી નાખી વીશ્વાસઘાત કર્યો છે. આ ફરિયાદના આધારે પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.