4 રોડના કામ તેમજ શક્ત શનાળા ખાતે ઝોનલ ફાયર સ્ટેશન બનાવવા સહિતના કામને મળી સૈદ્ધાંતિક મંજૂરીમોરબી : મોરબી મહાપાલિકાના 4 રોડના કામ અને શક્ત શનાળામાં ઝોનલ ફાયર સ્ટેશન બનાવવા સહિતના 10 કામોને રૂ.39.90 કરોડના ખર્ચે સરકારે સૈદ્ધાંતિક મંજુરી આપી છે. મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં આઉટગ્રોથ વિસ્તારના વિકાસના કામો માટે રૂ.39.90 કરોડની સૈધ્ધાંતિક મંજુરી મળેલ છે. જેમાં નાની વાવડી ગામે નાની વાવડી ગ્રામ પંચાયત કચેરી રસ્તે પીવાના પાણીની લાઈન નાખવાના કામ માટે રૂ.50 લાખ, નાની વાવડી ગ્રામ પંચાયત કચેરી રસ્તે ભૂગર્ભ ગટરની લાઈન નાખવાના કામ માટે રૂ.50 લાખ, શનાળાથી ઘુનડા તરફ જતા રસ્તે સ્ટ્રીટ લાઈટ નાખવાના કામ માટે રૂ.40 લાખ, નઝરબાગ ફાટક થી ભડિયાદ ગામ સુધી ડામર રોડ બનાવવાના કામ માટે રૂ.4 કરોડ, કેદારીયા હનુમાનથી સેન્ટમેરી ફાટક સુધી સી.સી.રોડના કામ માટે રૂ.50 લાખ, એસ.પી. મેઈન રોડ વાયડનીગ સાથે સી.સી.રોડના કામ માટે રૂ.8.50 કરોડ, હરીજનવાસ(શકત શનાળા) મેઈન રોડના સી.સી.રોડના કામ માટે રૂ.1.50 કરોડ, લીલાપર વિસ્તારમાં આવેલ તાળાવના બ્યુટીફીકેશનના કામ માટે રૂ.15 કરોડ, શકત શનાળા ખાતે ઝોનલ ફાયર સ્ટેશન બનાવવાના કામ માટે રૂ.8 કરોડ અને બોરીયા પાટીમાં પીવાના પાણીની લાઈનના કામ માટે રૂ.1 કરોડને મંજૂરી આપવામાં આવી છે. તેમ મહાપાલિકાની સિવિલ એન્ડ સિટી બ્યુટીફીકેશન શાખાની યાદીમાં જણાવાયું છે.