મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડ આજે 5 જૂન ને ગુરુવારના રોજ ઘઉં, કપાસ, તલ, મગફળી, સુવાદાણા, જીરું, બાજરો, ધાણા, મેથી, સીંગફાડા, ચણા, તુવેર, ગુવાર બી, કાળા તલ, રાય અને રાયડો તથા શાકભાજીમાં લીલા મરચા, રીંગણા, કારેલા, ગુવાર, ભીંડો, ટમેટા, કોબીજ, કાકડી, લીંબુ, દુધી અને સુક્કી ડુંગળીની પણ આવક થવા પામી છે. આજે 717 ક્વિન્ટલ એટલે કે 3585 મણ ઘઉંની આવક થઈ છે. ઘઉંના સૌથી ઉંચા ભાવ આજે 509 રૂપિયા સુધી બોલાયા છે. મોરબી યાર્ડમાં આજે 270 ક્વિન્ટલ તલની આવક થઈ છે. તલના સૌથી ભાવ 1875 રૂપિયા સુધી બોલાયા છે. તો કપાસના 1200, મગફળીના 944, સુવાદાણાના 1437, જીરુંના 3670, ધાણાના 1050, મેથીના 952, સીંગફાડાના 1210, ચણાના 1070, તુવેરના 1150, ગુવાર બીના 906, કાળા તલના 2963, રાયના 1240 અને રાયડાના 1100 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે.આજે શાકભાજીમાં લીલા મરચાના પ્રતિ મણ 700 રૂપિયા, રીંગણાના 500 રૂપિયા, કારેલાના 600 રૂપિયા, ગુવારના 1400 રૂપિયા, ભીંડાના 600 રૂપિયા, ટામેટાના 600 રૂપિયા, કોબીજના 200 રૂપિયા, કાકડીના 600 રૂપિયા, લીંબુના 800 રૂપિયા, દુધીના 500 રૂપિયા અને સુક્કી ડુંગળીના 300 રૂપિયા ભાવ બોલાયા છે.