મોરબી : રામેષ્ટ સિરામિક દ્વારા તેમના હળવદ તાલુકાના કવાડિયા ગામે આવેલ સોલાર પ્રોજેકટ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વેળાએ રામેષ્ટ ગ્રુપના ડિરેકટર્સ, હળવદ મામલતદાર, હળવદ ટીડીઓ તેમજ આરએફઓ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં 1000 વૃક્ષો વાવી તેના જતનનો સંકલ્પ લેવામાં આવ્યો હતો.