મોરબી : મોરબીના રવાપર રોડ પાસે ડાયમંડ બ્યુટી પાર્લરવાળી શેરીમાં કાલિકા પ્લોટમાં છેલ્લા દોઢ મહિનાથી ગંદા પાણી ભરાયેલા છે. અહીં ભૂગર્ભ ગટર ઉભરાવવાની સાથે અમુક ઘરોમાંથી જે પાણી નીકળે છે તેના નિકાલની વ્યવસ્થા ન હોવાના કારણે ગંદકી ફેલાઈ છે. આ મામલે મહાપાલિકાને રજુઆત કરી હોવા છતાં કોઈ પગલાં લેવામાં ન આવી રહ્યા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.