ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન- મોરબી દ્વારા સ્પર્ધાનું આયોજનમોરબી : ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન- મોરબી દ્વારા મોરબીના 5 વર્ષ થી 70 વર્ષની ઉંમરના નોન પ્રોફેશનલ આર્ટીસ્ટને ઓડિશન દ્વારા તક આપવા આગામી તારીખ 9 અને 10 જૂન બે દિવસ ઓપન સૌરાષ્ટ્ર કરાઓકે સ્પર્ધા યોજાશે. અંજલી ઈવેન્ટ પ્રેઝન્ટ આ કરાઓકે સ્પર્ધા મોરબીની દશાશ્રી માળી વણિક ભોજન શાળા ખાતે યોજાશે.આ સ્પર્ધામાં ભાગ લેનાર દરેક કલાકારને પ્રમાણપત્ર આપવામાં આવશે. અંજલી ઈવેન્ટ પ્રેઝન્ટ આ સ્પર્ધામાં સમગ્ર સૌરાષ્ટ્રના કલાકારો ભાગ લઈ શકશે. આ સ્પર્ધામાં ભાગ લેનાર પાસેથી કોઈ ફ્રી લેવામાં નહીં આવે. સ્પર્ધાની મેગા ફાઈનલ 15 જૂનના રોજ યોજાશે. વધુ માહિતી માટે રમેશભાઈ ભદ્રા (મો.નં. 98790 09296), રામભાઈ મહેતા (મો.નં. 99047 98048), સુનિલભાઈ કાવઠીયા (મો.નં. 98793 32263) પર સંપર્ક કરવા જણાવાયું છે.