મોરબી : માળીયા મિયાણા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન અણીયારી ટોકનાકા પાસેથી પોલીસે નવઘણ ગોરધનભાઇ સીતાપરા ઉ.31 રહે.સુલતાનપુર ગામ વાળાને વિદેશી દારૂની બે બોટલ કિંમત રૂપિયા 1372 તેમજ કિંગ ફિસર બિયરના 7 ડબલા કિંમત રૂપિયા 700 સહિત કુલ રૂપિયા 2072ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.