રોડ બને તો ખેડૂતો-વિદ્યાર્થીઓ અને મીઠાના વેપારીઓને લાભ મળશે : પાલીકાના સદસ્યની લોક હિતાર્થે રજૂઆતહળવદ : હળવદની વેગડવાવ રેલવે ફાટક પાસે ટ્રાફિકની સમસ્યા માથાનો દુખાવો બની છે.બીજી તરફ અહીં બ્રિજ બનાવવાની છેલ્લા ચાર વર્ષથી વાતો થઈ રહી છે પરંતુ બ્રિજ ન બન્યો જોકે રેલવે ટ્રેક એક હતી એના બદલે બે થઈ ગઈ.જેના કારણે મોટાભાગનો સમય ફાટક બંધ રહેતી હોવાના કારણે 21 થી વધુ ગામોનાં લોકોની સાથે મીઠાના વેપારીઓ પણ પરેશાનીઓ ભોગી રહ્યા છે.ત્યારે આ બાબતે સમસ્યામાં ઘટાડો થાય તે માટે હળવદ પાલિકાના કોંગ્રેસના સદસ્ય ભારતીબેન દોરાલા દ્વારા વેગડવાવ ફાટકથી મોડલ સ્કૂલ સુધી મુખ્યમંત્રી સડક યોજનામાં રોડ બનાવવા પાલિકાને લેખિતમાં રજૂઆત કરી છે.રજૂઆતમાં જણાવ્યું છે કે વેગડવાવ રેલવે ફાટક પાસે ભારે ટ્રાફિક જામ થઈ રહ્યો છે જેના કારણે વાહનોની લાંબી લાઈનો ધાંગધ્રા રોડ સુધી પહોંચી જાય છે.જેથી વેગડવાવ ફાટકથી ભવાનીનગર અને ત્યાંથી માર્કેટ યાર્ડ સામે આવેલ મોડલ સ્કૂલ સુધી રોડ બનાવવામાં આવે તો.ટ્રાફિકની સમસ્યામાં બહુ મોટો ઘટાડો થઈ શકે તેમ છે.માર્કેટ યાર્ડ સામે અંડર ગ્રાઉન્ડ રેલવેનું નાળુ બનાવેલ હોય જેથી મીઠાની રેખ આવે ત્યારે જીઆઇડીસી માંથી મીઠું ભરેલા ટ્રક આ રસ્તે ચાલી શકે,ઉપરાંત 21 થી વધુ ગામના ખેડૂતો માર્કેટ યાર્ડમાં જણસી વેચવા આવે ત્યારે તે ખેડૂતો પણ આ રસ્તે થી ચાલી શકે અને વારંવાર બંધ રહેતી ફાટકની સમસ્યાથી મુક્તિ મળે ઉપરાંત સ્પોર્ટ સંકુલ પણ મોડેલ સ્કૂલની બાજુમાં આવેલું હોય જેથી શહેરીજનોને ત્યાં જવું હોય તો ધાંગધ્રા રોડ થી હાઇવે પર ન જવું પડે તેઓને પણ આ રોડ બને તો સગવડ રહે છે.જેથી ઉપરોક્ત સમસ્યાનું હલ કરી લોકહિતમાં મુખ્યમંત્રી સડક યોજના કે પછી અન્ય કોઈ યોજનામાં વહેલી તકે વેગડવા ફાટક થી ભવાનીનગર અને ત્યાંથી મોડેલ સ્કૂલ સુધી રોડ બનાવવા માંગ કરાઈ છે.