વાંકાનેર : અજરામર એક્ટિવ અસોર્ટ ગ્રુપ વાંકાનેર દ્વારા આજરોજ તા.4-6-2025 ને બુધવારના રોજ આ સિઝનની છાશ વિતરણનો છેલ્લો પ્રોગ્રામ પૂર્ણ કરવામાં આવ્યો હતો. આ દરમ્યાન અજરામર એક્ટિવ અસોર્ટ ગ્રુપે જણાવ્યું હતું કે, આ સિઝનની શરૂઆતથી લઈને આજના પૂર્ણતાના દિવસ સુધીમાં જેટલા પણ છાસ વિતરણ ગ્રુપ દ્વારા કરવામાં આવી તેમનો અદ્ભુત અને અપ્રતિમ અને આગવો પ્રતિસાદ મળ્યો છે. આ છાશ વિતરણના બધા જ પ્રોગ્રામમાં તમામ કાર્યક્રતા એકદમ હોંશ અને જોશથી સેવા આપી અને અમુક વિતરણના દિવસો કોઈ અમૂલ્ય દાતાઓ દ્વારા કરવામાં આવ્યા તે બદલ ગૃપ દ્વારા સર્વેનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.