ટંકારા : ટંકારામાં સબંધના દાવે આપેલ રકમનો ચેક રિટર્ન થતા આ કેસમાં કોર્ટે આરોપીને કસુરવાન ઠેરવીને 1 વર્ષની સજા તેમજ રૂ.5 લાખ વળતર પેટે 60 દિવસમાં ચુકવી આપવા હુકમ કર્યો છે. નાના ખીજડીયા ગામે રહેતા કિશોરભાઈ દામજીભાઇ બારૈયાએ ગજડી ગામે રહેતા વિજયભાઈ મનાભાઈ ડાંગર પાસેથી અંગત ઉપયોગ માટે રૂ 5,00,000/- સંબંધના દાવે લીધેલ હતા. આ રકમ પરત આપવા માટે કિશોરભાઈ દામજીભાઇ બારૈયાએ રૂ 5,00,000/- નો ચેક આપેલ હતો. જે પરત થતાં વિજયભાઈ મનાભાઈ ડાંગરએ ધિ નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 અન્વયે ટંકારાના માહે જ્યુડિ મે.જી. ફર્સ્ટ કલાસ સાહેબની કોર્ટમાં વકીલ રાહુલ ડી. ડાંગર મારફતે 12/12/2023 એ ફરિયાદ દાખલ કરેલ હોઈ, જે કેસ ચાલી જતાં કોર્ટે આરોપીને 1 વર્ષની સાદી કેદની સજા અને ચેકની રકમ રૂ.5,00,000/- નું વળતર ચુકવવા આદેશ કર્યો છે. જો આરોપી વળતરની રકમ 60 દિવસમાં ફરિયાદીને ચુકવવામાં નિષ્ફળ જાય તો વધુ 3 માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો છે. આ કેસમાં ફરિયાદી તરફે અમિત પી. જાની, રાહુલ ડી. ડાંગર અને કેતન બી. ચૌહાણ રોકાયેલ હતા.