શાળા શરૂ થયાના અઠવાડિયામાં જ ધો. 9 અને આર્ટસ, કોમર્સ અને સાયન્સમાં એડમિશન ફૂલમોરબી : મોરબીની 133 વર્ષ જૂની રાજાશાહી સમયની ઐતિહાસિક વી.સી.ટેક્નિકલ હાઈસ્કૂલે ગુણવતાયુક્ત શિક્ષણ આપી ખાનગી શાળાઓને ધોબી પછડાટ આપી છે, મોરબીની વી.સી.ટેક્નિકલ હાઈસ્કૂલમાં એડમિશનની મોસમ શરૂ થતા જ વિદ્યાર્થીઓ અને વાલીઓની લાઈનો લગતા વેઇટિંગ જેવી સ્થિતિ નિર્માણ થઇ છે. ચાલુ વર્ષે પણ વી.સી.ટેક્નિકલ હાઈસ્કૂલમાં મોટાભાગના વર્ગોમાં એડમિશન ફૂલ થઇ ગયા હોવાનું સામે આવ્યું છે.આજના સમયમાં એવી સ્કૂલો ભાગ્યે જ હશે જ્યાં દાદા બાદ પિતા અને હાલમાં તેમના પુત્રો પણ શિક્ષણ લઈ રહ્યા હોય, મોરબીમાં વર્ષ 1892માં શરૂ થયેલી વી.સી.ટેક્નિકલ હાઈસ્કૂલ ત્રણ-ત્રણ પેઢીઓને ભણતર સાથે ગણતર આપવાનું કાર્ય આજે પણ ચાલુ રાખ્યું છે. મોરબીના રાજવીના સમયની વી.સી.ટેક્નિકલ હાઈસ્કૂલમાં હાલમાં 21 રૂમ, 38 શિક્ષકો અને 9 આધુનિક લેબ સાથે ગુરુ શિષ્યની પરંપરા જળવાઈ રહે તેવું ગુણવત્તાસભર શિક્ષણ આપવામાં આવી રહ્યું હોવાથી દર વર્ષે એડમિશનની મોસમ શરૂ થયા જ અહીં અઠવાડિયામાં જ તમામ ક્લાસ ફૂલ થઇ જતા હોવાનું શાળાના સુપરવાઈઝર જે.પી.પડસુમ્બિયા જણાવી રહ્યા છે.મોરબીની ઐતિહાસિક વી.સી.ટેક્નિકલ હાઈસ્કૂલમાં ધોરણ 9થી 12નું શિક્ષણ આપવામાં આવે છે. અહીં ફરજનિષ્ઠ શિક્ષકો બાળકોને કેમ સારું શિક્ષણ મળે અને કેવી રીતે આજના સમયને અનુરૂપ વિદ્યાર્થી ક્યાંય પાછો ન પડે તે માટે માત્ર પુસ્તકિયું જ્ઞાન ન આપી ઇકો ક્લબ અને એનસીસી જેવી પ્રવૃત્તિ સાથે શિક્ષણ આપવામાં આવી રહ્યું છે, વી.સી.ટેક્નિકલ હાઈસ્કૂલના સુપરવાઈઝર જે.પી.પડસુમ્બિયા ઉમેરે છે કે, અહીં ધોરણ નવમા 6 વર્ગમાં 360 બેઠક મંજુર છે જેની સામે આ વર્ષે 400 બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો છે. એ જ રીતે ધોરણ 10માં 5 વર્ગમાં 300 બાળકોને પ્રવેશ ક્ષમતા સામે એક અઠવાડિયામાં જ 290 એડમિશન આપવામાં આવ્યા છે.ધોરણ-11 અને 12માં એડમિશન ફુલેફુલવી.સી.ટેક્નિકલ હાઈસ્કૂલમાં ધોરણ 9 અને 10 બાદ મોટા પ્રમાણ વિદ્યાર્થીઓ ધોરણ-11 અને 12 આર્ટસ, કોમર્સ અને સાયન્સમાં પ્રવેશ મેળવે છે.ચાલુ વર્ષમાં ધોરણ 11 આર્ટ્સમાં 120ની ક્ષમતા સામે 130, કોમર્સમાં 180 બેઠક સામે 195 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે અને સાયન્સમાં 60 બેઠક સામે 46 બેઠક ફૂલ થઇ ગઈ છે. એ જ રીતે ધોરણ-12માં સાયન્સમાં 60 સામે 41, કોમર્સમાં 180 સામે 170 વિદ્યાર્થીઓ અને આર્ટ્સમાં 60 સામે 41 વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે.વર્ષ 2024-25માં સામાન્ય પ્રવાહનું 88 ટકા રિઝલ્ટસામાન્ય રીતે સરકારી શાળાઓમાં બોર્ડની પરીક્ષાના પરિણામ નબળા આવતા હોય છે પરંતુ વી.સી.ટેક્નિકલ હાઈસ્કૂલમાં દર વર્ષ આર્ટસ,કોમર્સ અને સાયન્સના પરિણામ ઝળહળતા આવી રહ્યા છે.વર્ષ 2024-25માં વી.સી.ટેક્નિકલ હાઈસ્કૂલનું ધોરણ 10નું 56 ટકા, ધોરણ 12 સાયન્સનું 75 ટકા અને ધોરણ-12 સામાન્ય પ્રવાહનું 88 ટકા પરિણામ આવ્યું હોવાનું શાળાના શિક્ષક જે.પી.પડસુમ્બિયાએ જણાવ્યું હતું.શાળામાં વ્યવસાયલક્ષી શિક્ષણ પણ ઉપલબ્ધમોરબીની સરકારી શાળામાંવ્યવસાયલક્ષી કોર્ષ પણ ઉપલબ્ધ છે. જેમાં ઓટોમેટિવ કોર્ષમાં બાળકોને વાહનોનું રીપેરીંગ અંગે શીખડાવવામાં આવૅ છે જયારે રિટેઇલ કોર્ષમાં બાળકોને વેપાર અંગેની સમજણ આપવામાં આવે છે.