વાંકાનેર : વાંકાનેર-કુવાડવા મત વિસ્તારના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ 2 જૂનના રોજ વાંકાનેર તાલુકાના ભલગામ ગામની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન ગામ લોકોએ પોતાના પ્રશ્નો ધારાસભ્ય જીતુભાઈ સોમાણી સમક્ષ રજૂ કર્યા હતા. આ લોક પ્રશ્નો સાંભળી તેના નિરાકરણ માટે જે-તે વિભાગના અધિકારીઓ સાથે ટેલિફોનિક ચર્ચા કરી વહેલી તકે આ પ્રશ્નોનું નિરાકરણ આવે તેવી ખાતરી ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ ગામ લોકોને આપી હતી.